STORYMIRROR

Ashish Gajjar

Romance

0.8  

Ashish Gajjar

Romance

શૂન્યને શૂન્યથી ગુણ્યા ના કર

શૂન્યને શૂન્યથી ગુણ્યા ના કર

1 min
14.5K


મત્લા 

શૂન્યને શૂન્યથી ગુણ્યા ના કર (૨)

વાત એની સદા પૂછ્યા ના કર   

 

શેર

આવશે સામેથી જરૂર હશે તો (૨)

યાર તું કામ કર ઝૂકયા ના કર   

 

આવડત હોય તો બતાવને તું (૨)

થોડું થોડુંક તું દિલ લુંટયા ના કર 

 

લઇ લે આખું ગુલાબ સાચવિને (૨)

રોજ તું પાંખડી ચૂંટ્યા ના કર 

 

ટેરવાંઓને પણ સ્પર્શ મળશે (૨)

ભાઇ ફોટાને ચુમયા ના કર 

 

ફેસ ટુ ફેસ તું જ કઇ દે ને એને (૨)

વૃક્ષ પર નામ તું ધુંટયા ના કર

 

છેલ્લો શેર 

વાત એની ને તારી છે તો આ (૨)

જાત ને જઇ કહો ખુંચ્યા ના કર

 

મકતા 

થોડું તો તું વિચાર પોતાનું (૨)

આમ આશિષ તું જીવ્યા ના કર 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance