તારું મળવું
તારું મળવું
ઘડીક નોખાં
વળી ઘડીક ભેળાં
અચરજ જ.
મિલન કેવું ?
અવિસ્મરણીય કે
વિસ્મરણીય ?
ઋણાનુબંધ
તારો મારો હંમેશનો
છે અવિરત !
એકલાં રહ્યાં
પછી સજોડે રહ્યાં
અલૌકિક છે.
કેવું કૌતુક !
મને સતત યાદ
તારું મળવું.

