Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Abstract Romance

4.0  

Ajay Parker ' ભાવિ '

Abstract Romance

કેમ આવે છે!

કેમ આવે છે!

1 min
224


દરિયાનાં મોજાં ફરી ફરી કિનારે કેમ પાછાં આવે છે ?

ઉરે ઝંઝાવાત ભરી આવતાં, કાંઠે કેમ શમી જાય છે ?


પોતાના જ પર્ણોને ફરી ફરી પાનખર કેમ આવે છે ?

સૂકાયેલા એ ઝાડ પર કુંપળો ક્યાંથી ઉભરી આવે છે ?


ખુલ્લા આ આકાશમાં, ફરી ફરી મોસમ કેમ આવે છે ?

પૂરપાટ દોડે જતી વાદળી પાછી કેમ આવે છે ?


ખીલેલાં ફૂલ પર સુગંધ ફરી ફરી કેમ આવે છે ?

ખબર છે કમળ સાંજે બીડાશે, તોય ભમરો કેમ આવે છે ?


નક્કી છે કોઈ સ્નેહનું બંધન, નહીં તો ફરી ફરી કેમ આવે છે ?

મતલબ વિના અહીં બને નહીં સવાલ, કેમ આવે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract