STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

ભીતરને શણગારી દેજો

ભીતરને શણગારી દેજો

1 min
16

ભીતર રહેલા શેતાનને મારી દેજો,

અહંકાર ઈર્ષ્યા નફરતને ભારી દેજો,


મનનો તમામ મેલ સાફ કરીને તમે,

તમારા ભીતરને તમે શણગારી દેજો,


મળ્યો છે મજાનો કિંમતી મનુષ્ય દેહ,

તો આંતરડી કોઈકની તમે ઠારી દેજો,


મનાવતાને જગ પર કાયમ રાખજો,

ભીતર ભરેલી નફરતની આગ ઠારી દેજો,


આંગણે જો કોઈ આવે ભૂખ્યું તરસ્યું,

તો પેટની ભૂખ એની તમે ઠારી દેજો,


આવે કોઈ નબળો વિચાર તમારા મનમાં તો,

ઈશ્વર સ્મરણરૂપી તલવારથી મારી દેજો,


કરી લેજો તમે જગતમાં એવા કામ કે,

તમારા આત્માને ભવસાગરમાંથી તારી દેજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract