વાત કહેવાની રહી ગઈ
વાત કહેવાની રહી ગઈ
દિલની વાત કહેવાની રહી ગઈ,
આમને આમ રાત વહી ગઈ,
મિલનની ઝંખનાઓ હતી પણ,
વિરહની વેદનાઓ સહી ગઈ,
વાત તો કેટલીય હતી હૈયામાં,
પણ જોને કહેવાની રહી ગઈ,
વણ કહી વાતો હૈયે શોર મચાવી ગઈ,
આ મારી આંખોને એ રડાવી ગઈ,
હૈયે સંઘરાયેલી વાતો પીડા દઈ ગઈ,
હૈયે નવી વેદનાઓ એ જગાવી ગઈ.
