જગત
જગત
શાંત મનને ડહોળવા તૈયાર છે જગત
ને હૃદયને રગદોળવા તૈયાર છે જગત,
જો સમય ચાલી રહ્યો છે સારો તમારો
તો'જ તમને ખોળવા તૈયાર છે જગત,
સમજણ હોય ત્યાં જ કરો વાત દિલની
સત્યને ખોટું તોળવા તૈયાર છે જગત,
સમસ્યા કોઈ પણ હો ઉચ્ચારી જોજો
વચમાં માથું બોળવા તૈયાર છે જગત,
વાત નીકળ્યા પછી દાવાનળ બની જશે
આગમાં ઘી ઢોળવા તૈયાર છે જગત.
