ઉખાણું
ઉખાણું
કહેવાયું નથી જે,એ સંભળાયું છે
ઉખાણું કોઈને ક્યાં સમજાયું છે?
નરી આંખે ક્યાં જોઈ શકાય છે?
ભીડ માં કોણ કોણ એકલવાયું છે
મુશળધાર હોય કે હોય માવઠું
તમારાથી ક્યારે ભીંજાવાયું છે?
પુસ્તકમાં રાખ્યા પછી જ ગુલાબ,
યાદો ની માફક કરમાયું છે
નવા વર્ષમાં ફેરફાર થયો એટલો
તારીખિયું ઘરનું બદલાયું છે
'લલિત' ગઝલમાં છે ભૂલો ઘણી
નામ એનું ભૂલથી ક્યાં લખાયું છે?

