એ સાથ હું છું
એ સાથ હું છું
જોયું છે જ્યારે પણ પાછું વળીને,
ત્યારે ખબર પડી કે લાગણીઓ તો,
એમને પણ હતી,
રાત્રે જાગવાની આદત ..,
મારી સાથે સાથે,
એમને પણ હતી !
કેટલાય દિવસ રાત,
મહિનાઓ વિતાવ્યા હશે.,
પણ એક રાત એવી તો હશે.,
જે મારી યાદમાં વિતાવી હશે..,
તો એ રાત હું છું !
તે ઘણા લોકો સાથે વાત કરી હશે,
પણ જે વાત દિલ પર વાગી હશે..,
તો એ વાત હું છું !
તે ઘણા સાથે સુખની પળ વિતાવી હશે,
પણ ક્યારે નહીં ભૂલાયેલી યાદ હું છું !
જ્યારે પણ ભીડમાં તું પોતાને.,
એકલો મહેસૂસ કરતો હશે.,
એ એકલાપણાનાં અહેસાસમાં,
તું મને મહેસૂસ કરીશ એ સાથ હું છું

