દિલને ગમ્યું છે કોઈ બીજીવાર
દિલને ગમ્યું છે કોઈ બીજીવાર

1 min

246
દિલને ગમ્યું છે કોઈ બીજીવાર શું કરું ?
અમે તો તારા જ હતા સનમ પણ તારા જવાથી ફરી દિલને મળ્યો છે સહારો બીજીવાર,
તારી દૂરીએ કર્યો છે ઈશારો હું શું કરું ?
તારી યાદોમાંથી બહાર નીકળીને હસતાં શીખી છું બીજીવાર,
જે નસીબમાં જ ન હતું તેને હું શું કરું ?
તારા ગયા પછી દિલને ગમ્યું છે કોઈ બીજીવાર,
જે જખ્મ આપ્યા હતા દુનિયાએ તેનાંથી
મેં પોતાની જાતને સંભાળી છે આજે બીજીવાર,
કડવા જામ પીધા છે એનું હું શું કરું ?
હવે નવી કહાની લખવી છે બીજીવાર,
દિલને ગમ્યું છે કોઈ બીજીવાર !