બંધ મુઠ્ઠીના રાઝ
બંધ મુઠ્ઠીના રાઝ

1 min

135
બંધ મુઠ્ઠી ખુલી ન જાય તેમા રહેલા રાઝ ખુબ કિંમતી છે,
હોઠના ખૂણે મલકાતાં હાસ્યના દામ ખુબ કિંમતી છે,
સંઘર્ષની કહાનીઓની ગાથા ખુબ કિંમતી છે,
પડદો ખુલી ના જાય રંગમંચનો ઠઠારો ખૂબ કિંમતી છે,
ખોટી ડંફાસોમાં રહેલા ફાંકા ખુબ કિંમતી છે,
અમીરી, બાદશાહીના ઠાઠબાઠ ખુબ કિંમતી છે,
ગરીબીના ફાટેલા ખિસ્સાનો સાથ ખુબ કિંમતી છે,
છૂપાઈને કર્યા સહું જલસાના માર ખુબ કિંમતી છે,
જીવનમાં સહુ બંધ મુઠ્ઠીના કલાકાર છે,
તેની કલા ખુબ કિંમતી છે.