પ્રશ્નના જવાબ શોધે છે
પ્રશ્નના જવાબ શોધે છે

1 min

162
આ જિંદગીમાં આવેલા તોફાન વરચે તે,
સલામત રહેવા કિનારો શોધે છે,
પથ્થરની બનાવી દીધી હતી સંજોગોએ તેને
હવે કાગળ, કલમ લઈને ખુશીઓ શોધે છે,
એકલી છું, લાચાર છું, એવી બેકારની વાતો છોડી,
તે મર્દાની બનીને પ્રશ્નોના જવાબ શોધે છે,
સપનાંઓના દરિયામાં તરવા કરતા સારું છે કે
હવે તે સહરાના રણમાં જળ શોધે છે.