તું એકવાર કહીને તો જો
તું એકવાર કહીને તો જો


જન્મોના જન્મ રાહ જોવા તૈયાર છું તારા માટે,
પણ તું એકવાર કહીને તો જો કે તારા વગર મારી જિંદગી અધૂરી છે.
રાતોની રાત આખી જિંદગી જાગીને કાઢી શકું છું. તારા માટે, પણ તું એકવાર કહીને તો જો કે તારા વગર મને ઊંઘ નથી આવતી.
આમ તો દૂર છે તું મારાથી ઘણો દૂર, છતાં હું તારી સાથે જ છું એવો અહેસાસ કરાવે છે પણ તું એકવાર કહીને તો જો કે મને તારા વગર ફાવતું નથી.
નથી ખબર મને કે તું મારો હાથ પકડીશ કે નહીં કે પછી થપ્પો આપીને જતો રહીશ, પણ તું એકવાર કહીને તો જો કે મને પણ તારી ખુબ યાદ આવે છે.