વાતો વાતોમાં
વાતો વાતોમાં


વાતો વાતોમાં મતલબ બદલાઈ જાય,
ઘણી વાતો કર્યા પછી વાત રહી જાય,
કોઈ મૌન રહીને ઘણું બધું કહી જાય,
આંગળી ઊઠે તો અવગુણ થઈ જાય,
અંગુઠો ઊઠે તો વખાણ થઈ જાય,
જુઠ્ઠું બોલ વાળા આગળ વધી જાય,
સત્ય બોલ વાળા પાછળ રહી જાય,
તું નજર મિલાવે તો ઉત્સવ થઈ જાય,
તું વાત કરે તો મહોત્સવ થઈ જાય.