વીતેલી પળ
વીતેલી પળ
જિંદગીના સિતારા આભે ચમકતાં જોયા, તરસી રાહોમાં અમૃતરસ પી ગયા,
જોતા રહ્યાં વીતેલી પળમાં યાદ કર્યા,
હસતું મુખડું જાણે પૂનમ આભે ચાંદ,
ન રહ્યાં વીતેલી યાદોમાં ઝૂમી ગયા,
હરપળ જોવું ચહેરો મનને મનાવતા રહ્યાં,
નિસરી જો સામે યાદોનું મોજું ઊંચે ઉછળે,
લખી રાખ્યું પ્રેમનું ઝરણું ક્યારે વિસરી ગયા,
ન ભૂલી શક્યા વીતેલી પળ ને યાદ કરતા રહ્યાં.

