જય ચામુંડા મા
જય ચામુંડા મા
1 min
301
મનડું દુભાયને હૈયે હું તરફડતી,
સદાયને માટે માનો હુંકાર કરતી,
તારો રે ભરોસો ચામુંડા હું રાખતી,
દીવાની વાટે મનોમન હું રટણ કરતી,
ઉગારજે હે માડી ચામુંડા સદાય તું,
ચોટીલા ડુંગરે મારી ચામુંડા વસતી,
મારી આશનો દીવડો ઝગમગ રાખજે,
વંદન કરું માડી હુંકારે દુઃખડા હરતી,
હુંબલ કુળની કુળદેવી રાખજે અમી નજર,
હૈયાના હિલોળે દિનરાત નામ હું જપતી.
