નાગડાવાસ
નાગડાવાસ
રૂડું ને રંગીલું છે મારું ગામડું સોહાય,
મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય,
મીઠુડી ધરતી એના ભોળા માનવીયું હોય,
આંગણે ઉતારા, ઓરડા દેવાય,
સુખ દુઃખના સારથી જેની ગાથા ઈતિહાસમાં ગવાય,
મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય,
પશ્ચિમે બિરાજે એકલવીર હનુમાન,
પૂર્વમાં બિરાજે સરમારિયાદાદાના સ્થાન,
મચ્છુ નદી બારેમાસ વહી જાય,
મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય,
રામપરના સીમાડે સુંદરી ભવાની માના નેસ,
ચંદ્રમૌલેશ્વર મહાદેવ સદાય કરે સહાય,
મેલાણમાં બેઠી મારી ખોડલ આઈ,
મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય,
આહીરોના નેસ, આયરાણીઓ મા જગદંબા દેખાય,
નાગડાવાસની ભોમકામાં મુરલીધરની કૃપા વરસાય,
મારા નાગડાવાસ ગામની તો વાત જ ન થાય.