એકાંત
એકાંત
એકાંત ક્યાં એકલું હોય છે
એને પણ તારો સાથ હોય છે,
તારા શ્વાસના પડઘા હોય છે
ભલે બેઠો એકાંતમાં તું કદી
હૃદયમાં કોઈની યાદો હોય છે,
મનમાં કોઈ રમતું હોય છે
હોય ભલે તું ભીડમાં સદા
ત્યાં તને એકલું લાગતું હોય છે,
ને જાણે હાથ કોઈનો હાથમાં
ને સાથ સાથમાં લાગતો હોય છે
પડે જે પડઘા એ સાચા હોય છે,
વાત ત્યાં હૃદયની સાચી હોય છે
અજેય શબ્દો પણ એજ સાચા હોય છે

