STORYMIRROR

Ajay Barot

Fantasy

4  

Ajay Barot

Fantasy

લાગણીના ફૂલો

લાગણીના ફૂલો

1 min
332

લાગણીઓના ખેતરમાં 

મનની માટી ને હૈયાની હૂંફમાં

એક એક અક્ષર વાવું છું


વિચારોથી હૃદયના ખેતર ખેડી

પ્રેમના નીરને વ્હાલના ખાતર 

હળવા હળવા હાથે વિખેરું છું


ડોકિયું કરે એક કૂંપળ જગત જોવા

મિત્રોના શબ્દોની પરાગરજ કરી

શબ્દોની કળી ખીલવી લઉં છું


જતન કરી વ્હાલથી છોડનાં

વાતોની ડાળીઓને મઠારી

અજેય મધુરા ફૂલો મોકલી દઉં છુ

        


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Fantasy