કારણ
કારણ
રમકડાં વેચ્યાં, જેણે બાળપણમાં
ખામી શું હોય એની સમજણમાં
અકલમંદો શું વિચારતા થઇ ગયા ?
એવું શું કહી ગયો હું ગાંડપણમાં ?
એવું શું પામી ગયા છેતરીને લોકો ?
ગુમાવે છે શું માણસ ભોળપણમાં ?
ખરા સમયે આવીને જે ખડા થયાં
થતાં નથી કંઈ,એ મારા સગપણમાં
અધૂરી જો રહી એ નાદાનીની મજા
અફસોસ એનો થશે શાણપણમાં
કારણ વગર જ ગઝલ લખુ તો ય
એમને તો ફક્ત રસ છે કારણમાં

