STORYMIRROR

Nikita Panchal

Romance

3  

Nikita Panchal

Romance

પ્રેમનો વ્યવહાર

પ્રેમનો વ્યવહાર

1 min
175

તું મને તારું દિલ આપ,

હું તને મારું દિલ આપું,

ચાલ આવો એક વ્યવહાર લેણદેણનો કરીએ...


તું મને તારા બધા દુઃખ આપ,

હું તને મારા બધા સુખ આપું,

ચાલ આવો એક વ્યવહાર લેણદેણનો કરીએ...


તું મને તારી એક સાંજ આપ,

હું તને મારી બધી સાંજ આપું,

ચાલ આવો એક વ્યવહાર લેણદેણનો કરીએ...


તું મને તારી થોડી નફરત આપ,

હું તને મારો બધો જ પ્રેમ આપું,

ચાલ આવો એક વ્યવહાર લેણદેણનો કરીએ...


તું મને એક તો વચન આપ,

હું તને સાત જન્મો ના વચન આપું,

ચાલ આવો એક વ્યવહાર લેણદેણનો કરીએ...


તું મને એક હક તો આપ,

હું તને મારા બધા હક આપું,

ચાલ આવો એક વ્યવહાર લેણદેણનો કરીએ...


તું મને એક ખાલી ઝલક આપ,

હું તને મારો પૂરો નઝારો આપું,

ચાલ આવો એક વ્યવહાર લેણદેણનો કરીએ...


તું મને એક જુઠ્ઠો દિલાસો આપ,

હું તને મારો બધો આધાર આપું,

ચાલ આવો એક વ્યવહાર લેણદેણનો કરીએ...


તું આ નિક્સ ને એકવાર પાગલ તો કર,

હું તને નહિ ભૂલવાનું પાગલપન આપું,

ચાલ આવો એક વ્યવહાર લેણદેણનો કરીએ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance