એક ભૂલ
એક ભૂલ
બસ એકદમ'જ મારાથી ભૂલ થઈ,
આંખથી આંખ મીલાવવાની મારી તે ભૂલ થઈ..
દિલ મૂક્યું દાવ પર, દિવાનગીની અંતિમ ક્ષણ સુઘી,
આંખથી આંખ મીલાવવાની મારી તે ભૂલ થઈ..
દિલમાં રાખી એમની જગ્યાં, પ્રેમ થઈ ગયો,
આંખથી આંખ મીલાવવાની મારી તે ભૂલ થઈ..
મારી તે ભૂલ થઈ, દિલ માનવાં તૈયાર નથી,
આંખથી આંખ મીલાવવાની, મારી તે ભૂલ થઈ..
કરજો ના પ્રેમ, દુઃખ અને તકલીફ મળશે,
આંખથી આંખ મીલાવવની, મારી તે ભૂલ થઈ..

