STORYMIRROR

Jeetal Shah

Fantasy Others

4  

Jeetal Shah

Fantasy Others

ભજીયા

ભજીયા

5 mins
6

ભજીયા...



ગુલાબી, ગુલાબી રંગીન,

 આકાશ આજ,

મીઠો મધુર ટહુકો, 

મોરલાનો આજ,મધુરમ મધુરમ….


ઝરમર ઝરમર વરસાદ,વરસે,

વિજળી ગાજી ઊઠે,

ઝગમગ ઝગમગ…


ઠંડો  ઠંડો પવન લહેરાયો,

મારાં મનડાની મોજ ,

જાગી ઊઠી મધમ મધમ..


ગરમા ગરમ ચાની

ચુસ્કી સાથે,

*ભજીયા* માં મન પોરવાયું,

ચણાના લોટમાં મીઠું, મરચું હળદર,

તેલ અને પાણી નાંખી,

એનો મેં એક ઘોળ બનાવ્યો,

એક તવામા તેલ ઉમેરી,

ગેસ પર મૂક્યું ગરમ ગરમ..


બટાકા, ડુંગળી, પાકા કેળા,

ખજૂર, લીલા મરચા  સમાર્યા,

કોથમીર, ફુદીનાની ચટણી બનાવી.

એક પછી એક ચણાના લોટમાં,

ઝબોળી,

ગરમ તેલમાં તળવા લાગી,

અવાજ ઊઠ્યો છમ છમ….



*ભજીયા* ની 

સોડમ ચારેકોર  મહેંકી  રહી,

બઘાનાં મોઢામાં પાણી આવ્યું,

વરસાદની  તો રમઝટ ચાલી,

મારી ગરમા ગરમ ચાની  પ્યાલી,

ફરી ભરાણી,

ને ચુસ્કી ભરી સુરમ સુરમ…


કોથમીર, ફુદીનાની ચટણી, સાથે ભજીયા ને ચટણીએ,

તો મારી સાંજ બનાવી.

ઓહ! ભરમ્ ભરમ્…



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy