સપનાની દુનિયા
સપનાની દુનિયા
સપનાની દુનિયા
સપનાની દુનિયા એ રંગબેરંગી સાગર,
જેમાં મનની નાવ હળવેથી જાય તરતી.
ક્યારેક ચાંદની જેવી શાંતિ મળે,
ક્યારેક વાદળ જેવી ગરજતી જાય.
સપનાઓ પૂરાં નહીં પણ અધુરા લાગે,
અધરાંપણ નું જાણે સૌન્દર્ય છલકે.
વાસ્તવિકતામા તો ખોવાઈ જાય,
પણ મનના ખૂણે એ સંતાય જાય.
અધૂરાં સપના પણ જીવત વિચારો છે,
મને નવી રાહ બતાવતા તારલાઓ છે.
એક નાજુક પંખ એટલે મારા સપનાં,
જે ઉડતાં જાય હવાની સંગાથે.
