પ્રતીક્ષા
પ્રતીક્ષા
કોઈના પ્રતીક્ષામાં જીવન વીતે,
આંખોની પલકો દરવાજે ચોંટે.
સવારથી સાંજની વેળા વીતતી જાય,
દિલની ધડકનમા તારું નામ રટાતુ જાય,
પાનખર આવે ને વસંત જાય,
યાદોની કડીઓ મન મોહી જાય
આજ તારી પ્રતીક્ષામાં એક ઉલ્લાસ છે.
આશાનું કિરણ ક્યાંક દૂરથી લહેરાય,
બસ એ જ ક્ષણની આતુરતા મનમાં સમાય.
ક્યારેક તો પૂરી થશે આ તાલાવેલી,
મિલનની મધુર ક્ષણ આવશે સહેલી.
ત્યાં સુધી શ્વાસમાં તારો જ વાસ છે,
આ પ્રતીક્ષામાં એક અનેરો ઉલ્લાસ છે.
