બાળપણ.
બાળપણ.
બાળપણ મારું ક્યાં ખોવાયું?
હતું શું અને શું થઈ ગયું?
બાળપણ મારું ક્યાં ખોવાયું?
ન કોઈ ચિંતા નાહી કોઈ ડર,
બસ હસી ખુશી ની એ પળ.
ખુલ્લા આભ નિચે રમતા, અમે.
હર પળ હર ક્ષણ મેહુલા ની
વાટ જોતા, અમે.
બાળપણ મારું ક્યાં ખોવાયું?
છમ છમ કરતા નાચતા અમે,
સંગ સથવારે ગાતા અમે.
કાગળ ની હોડી બનાવીને
પાણી મા વહાવતા અમે.
બાળપણ મારું ક્યાં ખોવાયું?
ગિલ્લી ડંડા, સંતાકૂકડી બની ,
ગઈ એક કહાની
સાપ સીડી, લંગડી નીતો ,
વાત હતી મજાની.
બાળપણ મારું ક્યાં ખોવાયું?
હવે મોબાઈલ, સ્ક્રીન અને
ડિજિટલની જ દુનિયા છે,
હર પળ હર ક્ષણ બસ
એનુજ રાજ છે.
બાળપણ મારું ક્યાં ખોવાયું?
