STORYMIRROR

Krishna Mahida

Romance

3  

Krishna Mahida

Romance

એવો માણીગર મળે

એવો માણીગર મળે

1 min
130

મનનો મોહક સાથી સૌને માનીતો મળે,

અજનબી એ ભીતરથી જાણીતો ભલે,

એવો માણીગર મળે,


કહેવાતી વાતો ભલે સમજે ના સમજે,

ભીતરમાં વલોવતું મૌન મુજ મનને કળે,

એવો માણીગર મળે,


ના હોય મહેલનો માલિક કે ધનનો ધારક,

હો મહેનતી ખોંરડું ને દિલથી અમીર ભલે,

એવો માણીગર મળે,


ના ખોટી શણગારની સજ્જા કે દેખાદેખી,

સીધી સાદી સાદગીમાં સમરસ હોય ભલે,

એવો માણીગર મળે,


ભલે ના વખણાતો પણ ઓળખાતો કામથી,

નામાંકિત થવાની ચાહ ના, હો શર્મિલો ભલે,

એવો માણીગર મળે,


હોય નહિ પારંગત સકળ વિદ્યામાં છો' ને એ,

પ્રતીતિના સત્ય' સાથીને જોઈ સૌ બળે ભલે,

એવો માણીગર મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance