એક પિતાની આશ
એક પિતાની આશ
બેસાડી ખભે તને હું દુનિયા દેખાડું,
ન પહોંચે નજર મારી, એ તને બતાવું,
લક્ષ્ય સદા ઊંચું રાખજે જીવનમાં,
કાબિલ કામયાબ બને ને હું હરખાવું,
સંઘર્ષ તો છે જીવનનું સોનેરી સોપાન,
મહેનત કર મોંઘેરી, તારે તો મહેકાવું,
આવશે અવરોધો ધીરજથી ખમજે,
પાડશે પરસેવો તો, પારસ થૈ પરખાવું,
પરિસ્થિતિ પારખાં કરશે ઘણાં તારા,
ડરીને પરિણામથી ના કદી થંભાવું,
આશ એક પિતાની, મુજથી સવાયો થા,
પ્રતીતિ પ્રગતિ તારી ગદગદ થઈ પોંખાવું.
