STORYMIRROR

Krishna Mahida

Romance

4  

Krishna Mahida

Romance

સમર્પણ સ્વીકારી લીધું

સમર્પણ સ્વીકારી લીધું

1 min
418

પ્રશ્ન પ્રેમના પર્વનો ને અથવામાં સમર્પણ હતું,

સમજીને સાનભાનમાં સમર્પણ સ્વીકારી લીધું‌.


ત્યજવામાં ને ત્યાગનો ફરક ના સમજાયો જગને,

પોતાના જ રત્નને ફરી ધરતીમાં સમાવી લીધું.


આદર્યા તપનું ફળ તો નિશ્ચિત સમય સુધી જ,

વણ માગ્યું મળતું વરદાન ચાહતું એ નકારી લીધું.


હયાતીમાં ન સ્વીકારાયો ઈશ્વરનો પ્રેમ પણ,

મૂર્તિ પથ્થરની પૂજાવીને મંદિર બનાવી લીધું.


પામી લેવું એ જ પ્રેમની અભિવ્યક્તિ નથી,

શાશ્વત પ્રેમમાં રાધા તત્વને અનુભવી લીધું.


યુગોથી પરખાયો પ્રેમ મારો ને પારખ્યો નહીં,

પુરાવો પ્રેમની પ્રતીતિનો શું આપું મૌન સેવી લીધું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance