આ મારા દેશની માટી છે
આ મારા દેશની માટી છે
તિલક કરો આ માટીથી, ગાથા ગૌરવશાળી છે,
મહેંકી આખા જગ માંહે ફોરમ એ મધમાતી છે,
આ મારા દેશની માટી છે, આ મારા દેશની માટી છે,
જન્મ લીધો રામ-કૃષ્ણે, આ ધરા પુણ્યશાળી છે,
ઈશ્વર માનવ થઈ જીવ્યો, મૂર્તિ પથ્થર પૂજાતી છે,
આ મારા દેશની માટી છે, આ મારા દેશની માટી છે,
ધન્ય ધરા મુજ માતૃભૂમિની વાત વૈભવશાળી છે,
રક્તે સીંચી આઝાદી વીરોએ ત્રિરંગે લહેરાતી છે,
આ મારા દેશ માટી છે, આ મારા દેશની માટી છે,
રાણા પ્રતાપ, શિવાજી, લક્ષ્મી બાળ શક્તિશાળી છે,
રગરગમાં અમ ઉન્માદ ભરતી નિત્ય હવા વાતી છે,
આ મારા દેશ માટી છે આ મારા દેશની માટી છે,
હસતે મોઢે ફાંસી ચઢ્યા એ વીરો પ્રભાવશાળી છે,
આશ અમર ઈતિહાસે 'પ્રતીતિ' નિત્ય કથા લખાતી છે,
આ મારા દેશની માટી છે, આ મારા દેશની માટી છે.
