શરૂઆત
શરૂઆત
કવિએ રજૂઆત કરી,
લો અમે શરૂઆત કરી,
ફૂટ્યો પ્રશ્નોનો પરપોટો,
કવિતામાં અમે વાત કરી,
ભાવ હૃદયના નિખાલસ,
આ સંજોગે કરામત કરી,
ના સગપણ, ના ઋણાનુબંધ,
વિના સ્વાર્થ કાં ખુશામત કરી,
પુરાવો છે ક્યાં રૂબરૂ મળ્યાનો,
શબ્દોમાં અમે મુલાકાત કરી,
ધનુર્ધરની પણછ હાથમાં રહી,
''પ્રતીતિ" કેવી નજરે ઘાત કરી.

