STORYMIRROR

Krishna Mahida

Others

4  

Krishna Mahida

Others

સાથ ભવોભવનો

સાથ ભવોભવનો

1 min
279

તારો સાથ છોડીને ને આવી પ્રભુ ધરતી પર,

જન્મ માતા ખોળે, પિતૃ હાથ મસ્તક પર,


દીધો સાથ બેની સખી તણો મુજ હસ્તક પર,

વીરાના સ્નેહની વાત કરું પ્રેમની રક્ષા હસ્ત પર,


થાપણ પારકી હું છોડી આવી નીજ નિવાસ પર,

છોડ્યાં સખી સ્નેહી, સાથ મૂક્યો એ હાથ પર,


સાત જન્મોનો સાથ અતૂટ "સત્ય" હૃદય પર,

મારા ખોળાનું રતન, એનું જતન હર ક્ષણ પર,


બંને માત પિતાનો સાથ મને મળ્યો હર પથ પર,

અનેરા પ્રેમના સાથની અનુભૂતિ મન મસ્તિષ્ક પર,


સાથ છૂટે ના કોઈની આશ છે "પ્રતીતિ"ની પ્રભુ પર,

તારો સાથ છોડીને આવી પ્રભુ ધરતી પર.


સામગ્રીને રેટ આપો
લોગિન