વેરણ સાંજ
વેરણ સાંજ
વેરણ સાંજે કોડીલી કન્યાનું કંકુ રેલાઈ ગયું રે,
પગરણ હજુ માંડતું કુમકુમ પગલાં ભરવા રે,
કંકણ હાથમાં રણકી રહ્યા, મહેંદી ભીના હાથ રે,
હાથમાં હાથ લઈને આવી, ચાંદલો ન રહ્યો ભાલ રે,
શુકનવંતી કન્યા આજે, અપશુકનની કહેવાય રે,
સુંવાળી સેજ સૂની રહી, પણ ચૂડી ત્યાં નંદવાઈ રે,
પૂર્ણિમાના ચંદ્ર જેવી, સોહામણી કલંકિત કહેવાય રે,
વાંક હતો શું એનો, નસીબ નઠારું ડેલીથી જાકારો દે રે,
પરણેલી કુંવારી કન્યાની ગોઝારી બની વેરણ સાંજ રે,
વિધિનું કેવું વિધાન"પ્રતીતિ" એની રહી અધૂરી આશ રે.