શરૂઆત તો કર
શરૂઆત તો કર
નીજમાં ચેતન ભરવાની શરુઆત તો કર,
લક્ષ્ય ઓળંગવાનું હિમાલયને ડગ તો ભર.
હા પવન છે તું થોભવાનું તને શોભે નહીં,
ભરોસે તારા જીવે છે સૌ તું શ્ર્વાસ તો ભર.
પ્રસન્નતાની પેલે પાર અવિરત આનંદ ઝરણું,
સ્થિરતાનું સ્થળ છોડી ખળભળાટ તો વહેતું કર.
ખીલીને કરમાવું જીવનનો અનુક્રમ પહેલો,
રાખ ભલે ને થઈ જવાય મહેંકવાનું તો કર.
પ્રકૃતિના પટાંગણમાં પ્રસન્નતા પામી પ્રતીતિ,
પાંખ ફેલાવી આકાશે ઉડવાની કોશિશ તો કર.
