પુસ્તક
પુસ્તક
પુસ્તક આપણું ગૌરવ છે,
પુસ્તક આપણો મોભો છે.
પુસ્તકથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે,
પુસ્તકથી નવી જાણકારી મળે છે.
પુસ્તક એ એકલતાનું સાથી છે,
પુસ્તક એ જિંદગી જીવવાનું બળ છે.
પુસ્તક આપણા માતા, પિતા અને ગુરુજી છે,
પુસ્તકને મારા લાખ લાખ પ્રણામ છે.
પુસ્તક એ જ ભાવના છે,
પુસ્તક એ રચનાત્મક પ્રવૃત્તિનું માધ્યમ છે.
પુસ્તક જ હસાવી જાય છે,
અને પુસ્તક જ રડાવી જાય છે..
