STORYMIRROR

Purvi Shukla

Inspirational

3  

Purvi Shukla

Inspirational

મતદાર જાગૃતિ

મતદાર જાગૃતિ

1 min
675



રે મતદાર આંગળીએ મેરુ તુ ઉંચકી બતાવ,

કે ફરી ફરી ન આવશે શ્યામ !


લોકમાં રહેલ સાચી ગુણવત્તા પીછાણવાને કાજ,

વારે વારે લૂટાતી રોકવાને બહેનોની લાજ,

ખોટો મત આપી ન તું દેશ ને શરમાવ

રે......


કાળાં તે કૌભાંડની હાટડીઓ અહી ઘણી,

તારે જ શોધવાનો છે કોણ તારો સાચો ઘણી,

સાચ, સ્નેહથી આ દેશને ફરી તું સજાવ

રે.....


એક એક વોટ માટે માગે અહી સૌ દાન, મસમોટાં વાયદાઓ પાળશે અહી કોણ?

સાચનો મુગટ તું શોધી બતાવ

રે....



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational