ખુમારી
ખુમારી
નાર છું પણ જાત ઓછી આંકવાની હું નથી,
એમ બુદ્ધિ પાનીએ તો રાખવાની હું નથી.
છે ઘણી તાકત હા મારી કલમમાં આજ પણ
અન્યનું કંઈપણ કલમથી ટાંકવાની હું નથી.
જાળવું છું લાજ હું સંસારમાં રહીને સદા,
એમ સીતા સમ પરીક્ષા આપવાની હું નથી.
હું અલગ અસ્તિત્વ મારુ રાખવાની છું સદા,
જાતને ઘેટા મહીં મુજ રાખવાની હું નથી
હાથમાં મારાં ભલે વેલણ તમે આપ્યું સદા,
પણ કલમનું લક્ષ્ય ધાર્યું ત્યાગવાની હું નથી.