હું પણ શિક્ષક
હું પણ શિક્ષક

1 min

422
હાથમાં પેન લઉં તો યાદ આવે મુજ શિક્ષક,
જો અટકું તો આજપણ માર્ગ બતાવે મુજ શિક્ષક.
જો તિમિર અજ્ઞાનતાનું ઘેરી વળે છે કદી,
જ્ઞાનની જ્યોતિ જલાવે મુજ શિક્ષક.
જિંદગીનો દાખલો અટપટો જો પડે,
આજપણ આવીને ગણાવે મુજ શિક્ષક.
જેમણે કક્કો શીખવ્યો હતો મુજને કદી,
એ વર્ણોથી આ કવિતા લખાવે મુજ શિક્ષક .
કર્મ કરતાં ડગે કદમ શાળા મહીં જો,
મોલ આ વ્યવસાયનો જણાવે મુજ શિક્ષક.
આજ જ્યારે બની શિક્ષક હું ખુદ જો,
વર્ગમાં મારી બદલે ભણાવે મુજ શિક્ષક.