મિલન
મિલન
હો બધું પણ પ્રીતની સરગમ નથી,
એ જીવનનો કોઈ ત્યાં ઉપક્રમ નથી.
પ્રીત થાતાં થાય છે એવું પછી,
માત્ર પ્રીતમ છે; ન કો ચોગમ પછી.
હા ભલેને પાંગર્યો સાચો પ્રણય,
અર્થ ના પછી સંગમ નથી ?
પ્રેમીના લાંબા વિયોગે લાગતું,
ફૂલ છે કેવળ અને ફોરમ નથી,
જો મળે સાનિધ્ય પ્રેમીનું સદા
એથી ઉત્તમ કોઈ ત્યાં આલમ નથી.