પ્રસ્તાવ
પ્રસ્તાવ


પ્રેમનો હું મૂકું પ્રસ્તાવ તો,
તું હૃદયથી એને સ્વીકાર જો.
મેં કરી છે તારી તમન્ના ઘણી,
શું વિચારે તું એ બતલાવ ને !
જિંદગી મધદરિયે તોફાનમાં ચડી,
તું પધારી તાર જિંદગીની નાવ ને !
પ્રેમમાં ક્યાં જરૂરી શબ્દો તો,
તું કળી લે મુજ હૃદયનાં ભાવને !
જિંદગી એ ઝખ્મો આપ્યાં છે ઘણા
પ્રીત નજરથી રૂઝાવ એ ઘાવ ને !