નારી વંદના
નારી વંદના
એક મા સો શિક્ષિકાઓની ગરજને સારતી,
એ જ માતા માનવીની જાત આખી તારતી.
સિંહ બત્રીસી ગણી માતા તણા અશિષથી,
એ ભરતના વંશથી દુનિયા ઘણીએ હારતી.
લક્ષ્મીબાઈ જો બને મહિલા કદી જો આજની,
તો પછી સાચે બની એ નિર્ભયા હો ડારતી.
સ્ત્રી ગણાતી છો રસોડાની મહારાણી સદા,
એ પરાઠા રાંધતી; સાથે કરાટે જાણતી.
રાધિકા હું; હું જ ગાર્ગી, હું જ મૈત્રેયી બનું,
એ મહા મહિલાઓને વંદન સદા હું અર્પતી.
વર્તમાને હો ભલે ના હાજરી એ સહુ તણી,
એ બનીને રક્ત મારા ઉર મહીં તો ફાલતી.