આપી શકો
આપી શકો
ભૂલી શકું હું ના કદી એ યાદ આપી શકો,
જો એ નહિ પણ ફરિયાદ તો આપી શકો.
માન્યું નથી ; હા પ્રીત તમને મારી સંગે ભલે,
પણ હું લખું જે ગઝલ પર ઇર્ષાદ તો આપી શકો.
લાખ ખામી છે ભલે મુજમાં જો ભલે,
કાંઈ નહિ તો સ્મિત પર દાદ તો આપી શકો.
આપો નહિ માન મારી હયાતીમાં જો ભલે,
મારા મરણની બાદ તો આપી શકો.