ઘડતર
ઘડતર


જ્યાં અનુભવથી જ ઘડતર થઈ ગયું,
ત્યાં પછીથી સાચું ભણતર થઈ ગયું.
દુઃખ સહન કરતાં વિતાવ્યું છે જીવન,
હા અંત ટાણે એટલે અવસર થઈ ગયું.
હા અનુભવથી મળી સાચી દિશા,
ત્યાંજ ભણતર જેમ ગણતર થઈ ગયું.
મેં સદા સત્કર્મથી યશ મેળવ્યો,
મારું જીવન એથી નવતર થઈ ગયું.
મેં અનુભવ મેળવ્યાં કર્મો થકી,
જિંદગીનું પાક્કું ચણતર થઈ ગયું.