STORYMIRROR

Sanket Vyas Sk

Drama

3  

Sanket Vyas Sk

Drama

અવાજ

અવાજ

1 min
339

"ઘણા દિવસે સાંભળ્યો એનો અવાજ,

અવાજમાં હતી એક એવી મીઠાશ,

એ મીઠાશમાં હું સરી ગયો,

એના પ્રેમમાં હું પડી ગયો,


પ્રેમમાં થઈ ગયો હું એવો આતુર,

જીંદગીની રીતો બધી મૂકી બાજુ પર,

જીંદગી મળી છે એકવાર,

પ્રેમ પણ થઈ ગયો એકવાર,


જીંદગી જેમ બીજી હોતી નથી,

પ્રેમ પણ બીજી વાર થતો નથી,

એ જ પ્રેમ પાછો ફરી થઈ ગયો,

જેનાથી હું થયો હતો નારાજ,


ખબર એ નહોતી કે એ અવાજ હતો કે,

કોઈ હતી એવી મીઠાશ,

જેમાં સરી ગયો હતો હું આજ,

એ અવાજ પર દિલ મારુ વારી ગયું,

એમાં પણ એક દિલનું પારખું થઈ ગયું..... "


"જીંદગીની આ એક કમાલ જ છે

આજ શું ?...કાલ શું ?...

એની કોને ખબર હોય છે,

ભાગ્યમાં જે લખ્યું હોય છે,

        એજ થાય છે.....

એમનેમ કંઈ થોડી દિલના,

        પારખા થાય છે ?!!!...."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama