કારનામું
કારનામું
રહું કુદરતના સાનિધ્યમાં બસ હું એવો ભાવ ભરું
કુદરત વિશે કલમ ઉઠાવી શબ્દો રૂપે હું એને ચીતરું,
રહું કુદરત સમીપમાં, જીવન સાથે એને સાંકડું,
ઝરણા તણા વહેણ-રવ ને ઝાંઝર-રવ સાથે સરખાવું,
કુમકુમ તિલક કરીને ભાલમાં, મહેંદી મુકીને હાથમાં,
ઝાંઝરનો રણકાર કરુ હું, ગરબે રમી ખેલૈયાની સાથમાં,
સ્ત્રીના માથે છે ગજરો, એનો હું મોગરો બનુ,
ઝાંઝર બની એના પગની હું, ત્યાં રહી રણકાર કરુ,
ઝાંઝર છમ છમ રણકી રહે ને મોગરો મહેંકાતો રહે,
કુદરત તણા એ ભાવથી ઈશારો એ જીવન વિશે લખતો રહે,
પર્વત, નદી ને જંગલમાં વહેતો કુદરતી વાયરો,
એ વાયરે બેસી સંભળાવે "ઈશારો" આ કુદરતનો ડાયરો,
પરિશ્રમ એજ પારસમણી, નથી કોઈ બાજુ એવું રહ્યું,
કાગળ પર શ્યાહી વિખેરતા એ મળતું નજરાણું,
નથી મળી રહી લાગણી કે નથી ક્યાંય મારુ કારનામું
લખી રહ્યો છું કાગળે હું ખુશી તણું મારુ સરનામું..!