STORYMIRROR

Sanket Vyas Sk

Romance

4  

Sanket Vyas Sk

Romance

"પાંપણ"

"પાંપણ"

1 min
342

કેમ કરીને કહેવી વાતો એ સ્થિતિની,

ચુપકીદી ભરેલી એવી આ સ્થિતિ છે, 

ચોતરફ જે છવાઈ ખામોશી આ સ્થિતિમાં ,

એ સ્થિતિની હાલત બતાવી રહી છે નજર, 


રાહ જુએ છે ચુપકીદીથી નજર,

વાતો પણ કરે છે પ્રેમથી નજર,

ચુપકીદી નજરને સહન નથી થાતી,

આંખોથી વહાવે છે એ વાતો નજર,


નજરથી નજર ક્યારેય નથી મળતી 

નજર જો મળે તો વાતની ખબર નથી હોતી,

નજરથી વાતો એમ થઈ જાય છે જાણે

વાતોમાં પણ કંઈક રાઝ છુપાવે છે નજર, 


ઈશારો નજરથી ઈશારે વાતો કરે છે,

વાતોમાં ઈશારાની આંખોથી આંસુ વહે છે,

નજરે પડતા નથી એ આંસુ જે આંખે વહે છે,

આંસુની એ સુરક્ષા એની પાંપણ કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance