તારો વિચાર
તારો વિચાર
કાયમ તારો વિચાર આવે,
જયારે જયારે સવાર આવે.
પછી આખો દિવસ કોઈ ખળખળતી વહેતી નદીની જેમ
તું મારામાં રમે જાણે પરી ની જેમ.
તું અંદર હોય પણ,સામે નહી
એવું લાગે જાણે, કશુજ જામે નહી.
હું જાતે જ મનાવું મારા દિલ ને,
પણ રોજ તો કઈ રીતે સમજાવવું મારા દિલ ને.
જેમ-તેમ દિવસ વીતે ને પછી રાત્રીનો અંધકાર આવે.
સપનાંમાં પણ તારો જ સુંદર શણગાર આવે.
કાયમ તારો વિચાર આવે,
જયારે જયારે સવાર આવે.

