દિલ ની કલ્પના
દિલ ની કલ્પના
મને જ્યારથી તને પ્રેમ થયો છે,
ત્યારથી મન મારું તારામાં મગ્ન રહે છે.
મને જ્યારથી તને પ્રેમ થયો છે,
ત્યારથી દિલ મારું તારા નામે જ ધબકે છે.
મને જ્યારથી તને પ્રેમ થયો છે,
ત્યારથી તારો આભાસ મને હરપળ રહે છે.
મને જ્યારથી તને પ્રેમ થયો છે,
ત્યારથી તારું નામ મારી કલમે મોખરે રહે છે.
તારી સાથેનો નાતો આ જન્મે તો નહીં જ તૂટે,
દિન પ્રતિદિન હું તારા પ્રેમમાં ડૂબી રહ્યો છું.

