ધબકાર
ધબકાર
સંવેદના હવે રોજબરોજ
વિસ્તરતી જાય છે,
તું હવે નસ-નસમાં લોહીની જેમ
પ્રસરતી જાય છે.
સમયની ચાદર મારા હાથમાંથી
સરકતી જાય છે,
સૂર્ય જેમ-જેમ ઉગે ને આથમે તેમ-તેમ તું વધારે
મહેકતી જાય છે.
તું હવે યાદ નહી, મારો શ્વાસ બની મારામાં
ધબકતી જાય છે.
સંવેદના હવે રોજબરોજ
વિસ્તરતી જાય છે.

