વિસ્તરણ
વિસ્તરણ
છેક છાનો સતત એવા સ્તરે છે,
ભાવ શબ્દોને સહારે વિસ્તરે છે.
વાયરો આ શ્વાસમાં જ્યાં જ્યાં ફરે છે,
ધબકતું જીવન બની વિસ્તરે છે.
શું મથામણ વ્યક્ત કરવાની જ છે તે ?
અંતરે જે વિસ્તરે તે તાર શા સ્વરે છે.
તે ખુશી, જો કેટલી ત્યાં પાથરે છે,
પ્રેમ શા ધબકારને શું છાવરે છે.
કો' પળે વિસ્મયે, સદા મન સ્પંદને છે,
સ્પર્શના આભાસ શું કૈં વિસ્તરે છે !

