STORYMIRROR

Harshad Dave

Inspirational

4  

Harshad Dave

Inspirational

નમસ્તસ્યે મા

નમસ્તસ્યે મા

1 min
266

સંસારમાં હું ન આવી પહેલાં,

તુજ પાસ હું આવી છું પહેલાં!

 

હોત ન જો તું આ ધરા પર

આવત અહીં હું કેમ પહેલાં!

 

કોઈ છોને તને ગમે તે કહે

હું કહું છું તને માત પહેલાં!

 

મેં નામ તારું ક્યાં જાણ્યું હતું?

તું જ તું છે મુજ માત પહેલાં!

 

સત્ય છે, શિવ છે, સુંદર છે તું,

જાણું એટલું તું છે ઈશ પહેલાં! 

 

કરું નમન જનની, મૈયા તને,

નમસ્તસ્યૈ મા તને સાષ્ટાંગ પહેલાં!

 



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational